Psalms 57

1હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો,
કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે
જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.

2હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ,

ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ.
3જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે,
ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે;
સેલાહ

તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.

4મારો આત્મા સિંહોની મધ્યે છે;

જેઓના મનમાં મારે માટે ઈર્ષાગ્નિ ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે,
માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે
અને તેઓની જીભ તીક્ષ્ણ તરવાર જેવી છે.
5હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ;
તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.


6તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે;

મારો આત્મા નમી ગયો છે;
તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે,
પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે.
સેલાહ




7હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે;

હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.
8હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો;
હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ.

9હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ;

વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે
અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે.
હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ;
આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.
11

Copyright information for GujULB